Kothari Shree

  • મંદિરના મહંત પદે જુનાગઢના ત્યાગી સંતૉ પૈકીના કોઇએક યોગ્ય સંતને ટ્રસ્ટીબોર્ડ બહુમતિથી નિયુક્ત કરે છે.
  • આ હોદાની મુદત અઢી વર્ષની હોય છે. છતા આ પદ ઉપર ટ્ર્સ્ટી બોર્ડ ફરીવાર એ જ વ્યકિતની નિયુક્તિ કરિ શકે છે.
  • ટ્ર્સ્ટીબોર્ડ વતી મહંતશ્રીની મંદિરનો કારભાર સંભાળે છે. અને મંદિરનો રોજીંદો વહીવટ તથા સત્સંગસેવાના કર્યો કરે છે.
  • આ પદ ગૌરવવંતુ ગણાય છે.
  • પોતાની સત્તા અને ફરજની રુએ મહંતશ્રી સુયોગ્ય વ્યકિતને ભોજનશાળામાં ભંડારી તરીકે નીમે છે. તથા ઉતારાવિભાગ, ગૌશાળા વગેરેમાં પણ પોતાને યોગ્ય લાગે તે સંત, હરિભક્ત કે કર્મચારીને નીમે છે.
  • હાલમાં ટેમ્પલબોર્ડે બહુમતિથી સદ્દગુરુ શાસ્ત્રિ સ્વામીશ્રી પ્રેમસ્વરૂપ સ્વામી ની મહંતપદે નિયુક્તિ કરિ છે.
  • શાસ્ત્રિજી વહીવટ કુશળ, વિદ્નાન અને ધગશવાળા છે. તે સૌ સંતો અને હરિભક્તોનો પ્રેમસંપાદન કરીને સત્સંગનુ પોષણ અને વિકાસ થાય તેવા કાર્યો કરી રહ્યા છે.